હળવદ રાયધ્રા ગામે વાડીમાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ : દેશીદારૂ બનાવવાના સાધનો સહિત બુટલેગરની ધરપકડ હળવદ : હળવદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે હળવદ રાયધ્રા ગામેં એરંડાના પાકની વચ્ચે વાડીમાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી અને પોલીસે દેશીદારૂ બનાવવાના સાધનો સહિતના મુદામાલ સાથે બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે રાયધ્રા ગામની સીમમાં આરોપી મહાદેવભાઇ કાળુભાઇ દેત્રોજાની વાડીએ એરંડાના પાકમાં આડઆ ધમધમતી દેશીદરૂની ફેકટરી ઉપર દરોડો પાડ્યો હતો અને પોલીસે આ દારૂની ફેક્ટરીને ઝડપી લઈ સ્થળ પરથી દેશી દારૂ બનાવાનો આથો આશરે લિટર ૧૦૦ કીરૂ.૨૦૦ તથા ઠંડો આથો લીટર આશરે ૧૦૦ કીરૂ.૨૦૦ તથા દેશી દારૂ લિટર ૪૦ કીરૂ.૮૦૦ તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયુ નંગ-૧ કિરૂ.૫૦ તથા બાટલી નળી સાથે નંગ-૧ અને ગેસનો બાટલો નંગ-૧ કીરૂ.૧૦૦૦ તથા ગેસનો ચુલો રેગ્યુલેટર નળી સાથે નંગ-૧ કીરૂ.૨૦૦ મળી કુલ કીરૂ. ૨૪૫૦ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..