સીટી એ ડિવિઝન પોલીસે આઠ આરોપીઓને રોકડા રૂપિયા ૧,૨૦,૪૦૦ સાથે પાના ટીચતાં ઝડપી લીધા મોરબી : મોરબી શહેરમાં પોલીસ રોજે -રોજ જુગારીઓ પર ધોંસ બોલાવી રહી હોવા છતાં જુગારની બદી યથાવત છે ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર-ઘુનડા રોડ પર ભૂમિભક્તિ સોસાયટીમાં ફ્લેટમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી આઠ આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧,૨૦,૪૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, રવાપર -ઘુનડા રોડ પર આવેલ ભુમીભકિત સોસાયટીમાં સાહેબ પેલેસમાં આરોપી મનોજભાઇ માવજીભાઇ લોહ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે, જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી મનોજભાઇ માવજીભાઇ લોહ રહે. સાહેબ પેલેસ, ગીરધરભાઇ મનજીભાઇ ભેંસદડીયા રહે. મોરબી રવાપર રોડ ભકિતનીકેતન સોસાયટી શીવ વાટીકા એપાર્ટમેન્ટ, અશ્વિનભાઇ અરજણભાઇ સીણોજીયા રહે-ચિત્રકુટ સોસાયટી, રવાપર રોડ, મોરબી, ચિરાગભાઇ ધિરજભાઇ સનીયારા, રહે.સાહેબ પેલેસ ક્રીષ્ના સ્કુલ પાસે, રવાપર રોડ, મોરબી, નયનભાઇ પટેલ, રહે, મોરબી, જગદીશભાઇ દામજીભાઇ મેરજા રહે.પટેલ નગર, પટેલ રેસીડન્સી,આલાપ રોડ, મોરબી, કિશોરભાઇ રવજીભાઇ સનારીયા રહે. સંતક્રુપા એપાર્ટમેન્ટ. શક્તિ રેસીડન્સી સામે, રવાપર ઘુનડા રોડ, મોરબી અને આરોપી દીપકભાઇ સવજીભાઇ કાંજીયા રહે. સાહેબ પેલેસ,ક્રીષ્ના સ્કુલ પાસે, ભુમીભકિત સોસાયટી, રવાપર રોડ, મોરબી વાળાઓ રોકડા રૂપિયા ૧,૨૦,૪૦૦ સાથે તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 4-5 મુજબ કાર્યવાહી કરી હતી.