1995થી મોરબી નગરપાલિકામાં ભાજપ રાજ, પાટીદાર આંદોલન સમયે કોંગ્રેસને સતા મળી પણ જૂથવાદમાં સતા જાળવી ન શકી : 2021માં તમામ બેઠક ભાજપને મળી હતીમોરબી : સિરામિક ઉદ્યોગને કારણે વિશ્વ ફલક પર છવાયેલા મોરબી શહેરમાં 1950થી નગરપાલિકા અસ્તિત્વમા છે અને વર્ષ 2025મા મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યો છે.જો કે, 1995થી મોરબી નગરપાલિકામાં ભાજપનો દબદબો રહ્યો છે અને વર્ષ 2015મા પાટીદાર ફેક્ટરને કારણે ભાજપ સતાપરથી ફેંકાયા બાદ વર્ષ 2021માં જાદુ જેવી સ્થિતિમાં તમામ બેઠક ભાજપને ફાળે આવી હતી.જો કે, ઝૂલતાપૂલ દુર્ઘટના બાદ નગરપાલિકા સુપરસિડ થઇ હતી.હવે જ્યારે પ્રથમ મહાનગર પાલિકાની ચૂંટણી આવી છે ત્યારે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સતા માટે ત્રિપાખીયો જંગ ખેલાઈ તેવા સમીકરણો દેખાઈ રહ્યા છે.મોરબીની પ્રજા ત્રીજા પક્ષને સ્વીકારતી ન હોય આપ માટે કપરા ચડાણવર્ષ 1950મા મોરબી નગરપાલિકા અસ્તિવતમાં આવ્યા બાદ એક વખત નાગરિક મંડળને સતા મળી હતી.ઉપરાંત વર્ષ 2015મા પાટીદાર અનામત આંદોલન બાદ ભાજપ વિરોધી માહોલમાં કોંગ્રેસને સતા મળી હતી બાકીના વર્ષો દરમિયાન ઇતિહાસમાં ભાજપને જ સતા મળી છે.બીજી તરફ મોરબીની પ્રજા ત્રીજા પક્ષને સ્વીકારતી ન હોવાના ઇતિહાસમાં આ વખતે હવે આમ આદમી પાર્ટી કેવું પરફોર્મન્સ આપે છે તે આગામી તા.26 એપ્રિલે મતદાન બાદ 28મી એપ્રિલે મતગણતરી સમયે ખબર પડી જશે.મોરબી મહાનગરપાલિકાકુલ વોર્ડ - 13કુલ બેઠકો - 52કુલ મતદાન મથકોની સંખ્યા - 205પુરુષ મતદારો - 1,08,579 સ્ત્રી મતદારો - 99,888 કુલ મતદારો - 2,08,470મોરબી નગરપાલિકાની પાછલી ચાર ચૂંટણીના પરિણામવર્ષ 2005 # 23 ભાજપ # 17 કોંગ્રેસ # 2 અપક્ષવર્ષ 2010 #31 ભાજપ # 10 કોંગ્રેસ# 1 અપક્ષ2015 # 20 ભાજપ # 32 કોંગ્રેસ 2021 # તમામ 52 બેઠક ભાજપને