મોરબી : હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી રોજગાર ઇચ્છુક ઉમેદવારો રોજગાર મળી રહે તે માટે રોજગાર વિનિમય કચેરી દ્વારા આવતીકાલે તા.૨૭/૦૭/૨૦૨૧ થી તા.૨૯/૦૭/૨૦૨૧ સુધી બપોરે ૧૨:00 કલાકે અલગ અલગ વિષય પર વિષયના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન મળી રહે તે માટે ઓનલાઇન વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ ઓનલાઇન વેબિનાર અંતર્ગત તા.૨૭/૦૭/૨૧ ના રોજ NULM અંતર્ગત થતી તાલીમ, રોજગાર, સ્વ-રોજગાર અને લોન અંગે સંપૂર્ણ માર્ગદર્શન https://meet.google.com/uui-dmsi-tqp લિન્ક પર અપાશે. તા.૨૮/૦૭/૨૧ ડિપ્લોમા એંજીનીયરીંગ કોર્ષ એડમિશન પ્રક્રિયા અને ટ્રેડ સંપૂર્ણ માહિતી લિન્ક પર https://meet.google.com/bqh-poqj-amm અપાશે. તેમજ તા.૨૯/૦૭/૨૧ લોન મેળવવા માટે તૈયારી જરૂરી ડૉક્યુમેન્ટ અને પ્રોસેસ માટે આ લિન્કનો https://meet.google.com/pyj-dhtt-dmm ઉપયોગ કરો. કારકિર્દી અને રોજગારી માટે માર્ગદર્શન અંગે ઓનલાઈન વેબીનારમાં જોડાવા માટે google meet ના માધ્યમથી આપેલી લિન્ક દ્વારા જોઇન્ટ થઈ શકાશે. Google Play Store માંથી google meet એપલીકેશન ડાઉનલોડ કરી શકાશે.આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં. ૨૧૪ થી ૨૧૬, સો-ઓરડી મોરબી તેમજ રોજગાર સેતુ હેલ્પલાઇન નં.૬૩૫૭૩૯૦૩૯૦ પરથી મળી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..