આચાર્ય ચંદ્રેશજી આધ્યાત્મિક માર્ગદર્શન આપશે: યજ્ઞ, ભજન, વિદ્યાર્થી માર્ગદર્શન તેમજ યોગ-પ્રાણાયામ સત્રનું આયોજનમોરબી અપડેટ : આર્યસમાજના 150માં સ્થાપના વર્ષ નિમિત્તે આર્યસમાજ પરિવાર - મોરબી દ્વારા શ્રાવણી ઉપાકર્મ પર્વ (નવી જનોઈ ધારણ કરવા અને જૂની જનોઈ બદલવાનો અવસર) તથા 'વૈદિક અધ્યાત્મ ધારા' અંતર્ગત આગામી તા. 28/08/2026 થી 30/08/2026 દરમિયાન વિવિધ પ્રેરણાદાયી ધાર્મિક અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ ત્રિદિવસીય મહોત્સવમાં વૈદિક સ્પિરિચ્યુઅલ કાઉન્સિલર આચાર્ય ચંદ્રેશજી પ્રવચન આપશે તેમજ પ્રિયાંશુ દ્વારા વૈદિક યજ્ઞ અને ભજનની પ્રસ્તુતિ કરવામાં આવશે.કાર્યક્રમની રૂપરેખા28 ઓગસ્ટ 2026 (શુક્રવાર): • સવારે 9:00 થી 11:15: આર્યસમાજ મંદિર (લખધીરવાસ) ખાતે પ્રિયાંશુ દ્વારા વૈદિક યજ્ઞ અને ભજન. • સવારે 10:00 થી 11:00: આર્યસમાજ મંદિર ખાતે 'હમારે ત્યોહાર હમારી પરંપરાયે' વિષય પર પ્રવચન. • બપોરે 4:45 થી: મહર્ષિ દયાનંદ સરસ્વતી ઉદ્યાન (જોધપર નદી, મચ્છુ ડેમ) ખાતે વૈદિક યજ્ઞ તેમજ 'યજ્ઞની વૈજ્ઞાનિકતા' વિષય પર વ્યાખ્યાન. • રાત્રે 9:00 થી 10:15: આર્યસમાજ મંદિર ખાતે 'વિશ્વશાંતિના આધાર વેદ' વિષય પર પ્રવચન.29 ઓગસ્ટ 2026 (શનિવાર) • સવારે 7:30 થી 8:30: સાર્થક વિદ્યામંદિર (કેસરબાગ પાસે, મોરબી-2) ખાતે ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ માટે 'સફલતા કૈસે પ્રાપ્ત કરે?' વિષય પર વિશેષ સત્ર. • બપોરે 4:30 થી 6:00: પંચમુખી હનુમાન મંદિર (અરુણોદય રોડ, મોક્ષધામ પાસે, મોરબી-2) ખાતે વૈદિક યજ્ઞ-પ્રવચન. • રાત્રે 9:00 થી 10:15: આર્યસમાજ મંદિર ખાતે 'પવિત્રદાન કિસે કહેતે હૈ?' વિષય પર પ્રવચન.30 ઓગસ્ટ 2026 (રવિવાર) • સવારે 9:00 થી 11:00: આર્યસમાજ મંદિર (લખધીરવાસ) ખાતે 'યોગ પ્રાણાયામથી મન શાંત અને ચંચળતા દૂર થાય છે' વિષય પર વિશેષ માર્ગદર્શન.આ ધાર્મિક અને વૈદિક કાર્યક્રમોમાં સહભાગી થવા આર્યસમાજ મોરબીના પ્રમુખ ધનશ્યામસિંહ ચુડાસમા, મંત્રી ઉદયભાઈ આર્ય, ઉપપ્રમુખ વિજયસિંહ સિસોદિયા, કોષાધ્યક્ષ શિરીષભાઈ મહેતા, રામજીભાઈ બાવરવા તેમજ કાર્યાલય દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #AryaSamaj #AryaSamajMorbi #VaidikAdhyatmaDhara #Yajna #ShravaniUpakarma #YogaPranayam #MorbiEvents #MorbiNews