મોરબી: માળિયા (મિ.) તાલુકાના ભાવપર ગામે આગામી સમયમાં ભક્તિમય માહોલ જોવા મળશે. ભાવપર ગામે સમસ્ત બાવરવા પરિવાર દ્વારા શ્રી દાડમદાદા મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ત્રિદિવસીય ભવ્ય મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે બાવરવા પરિવારનું સ્નેહમિલન પણ યોજાશે.ભાવપર ગામ મધ્યે શ્રી દાડમદાદા તથા શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપાથી નૂતન મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે આગામી તારીખ 31-03-2026, મંગળવારથી તારીખ 02-04-2026, ગુરૂવાર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વણઝાર જોવા મળશે. આ મહોત્સવના મુખ્ય યજમાન તરીકે લાલજીભાઈ કાનજીભાઈ બાવરવા સેવા આપી રહ્યા છે. જ્યારે યજ્ઞના આચાર્ય પદે શૈલેષભાઈ પંડ્યા બિરાજશે.ત્રિદિવસીય કાર્યક્રમની રૂપરેખા: • પ્રથમ દિવસ (31-03-2026): બપોરે 4:00 કલાકે મહોત્સવ પ્રારંભ, 04:30 એ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત, 05:30 એ પંચાગ કર્મ અને સાંજે 7:00 કલાકે યજ્ઞ આરતી યોજાશે. • દ્વિતીય દિવસ (01-04-2026): સવારે 08:00 વાગ્યે ગણપતિ પૂજન, મંડપ પૂજન,09:30 વાગ્યે જળયાત્રા, 10:30 એ વાસ્તુ પૂજન તેમજ બપોરે સ્થાપિત હોમ અને સાંજે 4:00 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. રાત્રે મિલન પટેલ (બાલાજી સાઉન્ડ)ના સથવારે ભવ્ય લોક ડાયરાનું આયોજન છે. • તૃતીય દિવસ (02-04-2026): સવારે 09:00 કલાકે નિજ મંદિર પ્રવેશ પૂજન, ધ્વજ દંડ (ધજા) પૂજન અને બપોરે 12:45 કલાકે મહા આરતી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે.મહાપ્રસાદનું આયોજન કાર્યક્રમના ત્રણેય દિવસે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેમજ મંગળ અને બુધવારે સાંજે 06:00 થી 08:00 મહાપ્રસાદ અને બુધ-ગુરુવારે સવારે 06:30 થી 07:30 સુધી નાસ્તાનું આયોજન કરાયું છે. મહાનુભાવોની ઉપસ્થિતિ આ પ્રસંગે મોરબી જિલ્લા સનાતન ધર્મના પ્રમુખ મહંત દામજી ભગત (નકલંક જગ્યા-બગથળા) દ્વિતીય દિવસે ગુરુવારે સવારે 10:00 કલાકે આશીર્વચન પાઠવશે. કાર્યક્રમમાં મુખ્ય આગેવાન તરીકે મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ મગનભાઈ વડાવીયા (ડિરેક્ટર-ક્રિપ્ટો, New Delhi) ખાસ ઉપસ્થિત રહેશે. સમસ્ત બાવરવા પરિવાર દ્વારા આ ધાર્મિક મહોત્સવ તેમજ મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Maliya #Bhavpar #DadamDadaMandir #PranPratistha #Mahayagya #BavarwaParivar #ReligiousNews #MorbiUpdate