હળવદ : હળવદના વાંકીયા ગામે ત્રિદિવસીય ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં વિવિધ ધાર્મિક વિધિ વિધાનના કાર્યક્રમો યોજાશે. હળવદના વાંકીયા ગામે સમસ્ત ગામ દ્વારા તા.13ને શનિવારથી તા.15ને સોમવાર સુધી નવ નિર્માણ થયેલા મંદિરોમાં રામ પરિવાર, રાધા કૃષ્ણ, હનુમાનજી મહારાજ અને બાંજરંગ બાપાની મૂર્તિનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગણેશ સ્થાપન, જલયાત્રા, હોમાંદ્રી યજ્ઞ, પ્રસાદ વાસ્તુ, આરતી,મહાઆરતી, મહાપ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક વિધિ વિધાનના કાર્યક્રમો યોજાશે. આ કાર્યકમોનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા વાંકીયા સમસ્ત ગામ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.