તારીખ 1, 2 અને 3 સપ્ટેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમો યોજાશે મોરબી : મોરબીના રવાપર રોડ પર ભવાની સોડાની પાછળ આવેલા શ્રી બાબા રામદેવપીરના મંદિરે ત્રિદિવસીય મહા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણેય દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.તારીખ 1 સપ્ટેમ્બર ને સોમવારના રોજ ભાદરવા સુદ નોમના દિવસે રામદેવપીરના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવશે. તારીખ 2 સપ્ટેમ્બર ને ભાદરવા સુદ દશમના દિવસે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે અને તારીખ 3 સપ્ટેમ્બર ને ભાદરવા સુદ અગિયારસના દિવસે સવારે 9 કલાકે ચરણ સ્નાન અને જળ-જળણીયા, ત્યારબાદ સવારે 10 કલાકે મહા આરતી અને 10:30 કલાકે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં પધારવા જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે.