મોરબી : મોરબીમાં બે દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો જેમાં અનેક વૃક્ષો અને હોર્ડિંગો ધરસાઇ થયા હતા. ત્યારે મોરબીના રેલ્વે સ્ટેશનથી આગળ નવલખી રોડ પર આવેલ ફાટક પાસે મસમોટું હોર્ડિંગ આ ભારે પવનના કારણે નમી ગયું હતું. આ ઘટનાને બે દિવસ થવા છતાં હોર્ડિંગ સરખું ન કરતા ગમે ત્યારે પડે તેવી શક્યતા છે. અને સતત ધમધમતો રોડ હોય, મોટી જાનહાની થવાની પણ શકયતા છે આથી આ બાબતે જવાબદાર વિભાગ યોગ્ય કરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે.