મહિલાઓના હસ્તે ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરાશે મોરબી : મોરબીમાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા કાલે તા. 21થી 30 ઓક્ટોબર સુધી શક્તિ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા 'શક્તિ મેળો - The Power of Women's Economy' તારીખ 21થી 30 ઓક્ટોબર સુધી સવારે 10થી રાતના 10 સુધી મહેન્દ્રસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ, એલ.ઈ. કૉલેજ મેદાન, મોરબી ખાતે યોજાશે. જેમાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..