મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર નજીક ટ્રક અને છોટા હાથી વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. જેને 108 એમ્બ્યુલન્સ સેવા અને પોલીસ દ્વારા 1 કલાકની મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે મહેન્દ્રનગર-હળવદ રોડ પર ITIની બાજુમાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની જાણ થતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા આશરે 1 કલાકની મહેનત પછી ફસાયેલ વ્યક્તિને બહાર કાઢવામાં આવી હતી. જેમાં ઈમ્તિયાઝભાઈ ભટ્ટી (ઉ.વ. 25, રહે. મોરબી)ને ઇજા પહોંચી હતી. વધુ સારવાર માટે તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઈમ્તિયાઝભાઈને હાથમાં ઇજા પહોંચી છે. તેમજ પગમાં ફ્રેક્ચર થયેલું છે. આ બનાવમાં 108 સેવાની ટીમના EMT મનીષભાઈ આહીર, પાઇલોટ વનરાજસિંહ રાઠોડ દ્વારા દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate