મોરબી : આજથી ત્રણેક વર્ષ પૂર્વે મોરબી તાલુકા પોલીસ સ્ટે.ની હદમાં આવતા રંગપર ગામ નજીકની એક સીરામીક ફેકટરીમાં રહેતી સગીરાનું અપહરણ કરી નસાડી જનાર આરોપીને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ભોગ બનનાર સાથે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. આજથી ત્રણેક વર્ષ પૂર્વે મોરબી તાલુકા પોલીસ સ્ટે.ની હદમાં આવતા રંગપર ગામની સીમમાં સ્થિત લેપ્ટોન સીરામીક નામના કારખાનની ઓરડીમાંથી 35 વર્ષીય તેજુસિંગ ભવાનસિંગ સોંધિયા એમપી ખાતે નસાડી ગયો હતો. ઉક્ત આરોપી એમપીની ઉજ્જૈન જિલ્લાના અમરાપુર ગામે ઝુંપડામાં રહેતો હોવાની હકીકત મળતા મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે એમપીથી આરોપીને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પો.ઇન્સ. વી.બી. જાડેજા, એ.એસ.આઈ. હિતેન્દ્રસિંહ ચુડાસમા, પો. હેડ. કોન્સ. દશરથસિંહ ચાવડા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, પો.કોન્સ. નંદલાલ વરમોરા, અશોકસિંહ ચડાસમા, રણવીરસિંહ જાડેજા સહિતની ટીમ રોકાઈ હતી મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate