મોરબી : મોરબી તાલુકા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની શિષ્યવૃતિ ભુલથી અન્ય ખાતામાં જમા થઇ જતા શાળાના શિક્ષકે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ પરત અપાવીને પોતાની ઉમદા ફરજ બજાવી હતી.મોરબી તાલુકા શાળા નંબર1માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સમીર હુસેનભાઈ માણેકને મળતી શિષ્યવૃત્તિ છેલ્લા ચાર વર્ષથી બેક એકાઉન્ટમાં ભુલના કારણે અન્ય ખાતામાં જમા થતી હતી. ત્યારે શાળાના શિક્ષક ભાવેશભાઈ બારીચાએ આ બાબતે જહેમત ઉઠાવી રૂ.7450 ચેક વિદ્યાર્થીને અર્પણ કરીને પોતાની ઉમદા ફરજ નિભાવી હતી. આ તકે તાલુકા શાળાના આચાર્ય સુભાષભાઈ ખાંભરાએ શિક્ષક ભાવેશભાઈ બોરીચાને ધન્યવાદ આપ્યા હતા.