હળવદ : હળવદના રાયધરા ગામે નોકરી કરતા એક શિક્ષક દંપતીએ પોતાની દીકરીના જન્મદિવસ પર રાયધરા પ્રાથમિક શાળામાં રૂ.2 લાખનું દાન કરી સ્માર્ટકલાસ માટે યોગદાન આપ્યું હતું. આજના આ ટેક્નિકલ યુગમાં અમીર ઘરના બાળકોને જ ટેક્નોલોજી વારુ શિક્ષણ મળતું હોય છે.એવા સમયે જીગરભાઈ અને એમના પત્નીએ ગરીબ બાળકો પ્રત્યેની લાગણી દાખવી સ્માર્ટકલાસ માટે યોગદાન આપ્યું હતું.તેમની સાથે વાત કરતા એવું જાણવા મળ્યું હતું કે સરકાર દ્વારા ધોરણ 7 અને 8માં જ્ઞાનકુંજ નામના પ્રોજેક્ટથી શિક્ષણ અપાય છે પણ જો આ જ શિક્ષણ પાયામાંથી આ બાળકોને મળે તો તેમાં વધારે સફળતા મળે.નીચેના વર્ગોમાં આ સ્માર્ટવર્ક મળે તે માટે સ્માર્ટકલાસનું દાન આપવા રાયધરા પ્રાથમિક શાળામાં આ શિક્ષક દંપતિ દ્વારા અંદાજિત રૂ.2 લાખ જેટલું આર્થિક સહયોગનું દાન આપી બાળકોને આ સ્માર્ટકલાસનું દાન કરવામાં આવ્યું હતું અને દીકરી કાયરાના જન્મદિવસની ખરા અર્થમાં ઉજવણી કરી હતી.