મોટી દુર્ઘટના સહેજમાં ટળી: ઘટનાને પગલે વિસ્તારની વીજળી ગુલ મોરબી: મોરબીના શોભેશ્વર રોડ પરથી પસાર થતા એક ટ્રક ચાલકે વીજળીના થાંભલાને જોરદાર ઠોકર મારતા થાંભલા પર રહેલું ટીસી ધડાકાભેર રોડ પર પડ્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અચાનક થયેલા મોટા ધડાકાને કારણે આસપાસના લોકો ગભરાઈ ગયા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.નોંધનીય છે કે, શોભેશ્વર રોડ ખૂબ જ ધમધમતો માર્ગ છે. આ રોડ પર કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની મહત્વની સરકારી કચેરીઓ આવેલી હોવાથી અહીં વાહનો અને રાહદારીઓની સતત અવરજવર રહે છે. આ ભરચક માર્ગ પર ટીસી પડવાની ઘટનાથી થોડીવાર માટે અચરજભર્યો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. #Morbi #MorbiUpdate #MorbiNews #ShobheshwarRoad #Accident #PowerOutage #GujaratNews