હળવદ : હળવદ હાઇવે ઉપર કવાડિયા ગામના પાટિયા નજીક પામોલિન તેલ ભરેલું ટેન્કર પલટી જતા ટેન્કર ચાલકને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ હાઇવે ઉપર કવાડિયા ગામના પાટિયા નજીક પામોલીન તેલ ભરેલ ટ્રેન્કર નંબર-જીજે.૧૨. બીએકસ ૪૮૭૫ પલટી મારી જતા ટેન્કર ચાલક બુધારામ જગરામ ચૌધરી રહે.ગામ-બામરલા તા.શેડવા ધોરીમલા જીલ્લો-બાડમેર રાજસ્થાન વાળાને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે અમદાવાદ રહેતા ટેન્કર માલિકઅતુલકુમાર ધીરજભાઈ મોરીએ હળવદ પોલીસ મથકમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..