મોરબી : મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જલારામ મંદિર હોલ ખાતે સંગીતમય તંબોલા હાઉઝી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તંબોલા હાઉઝી રમતમાં 50 થી વધુ બહેનોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. અનેક જુના-નવા ફિલ્મી ગીતો સાથે હાઉઝીની રમત બહેનોએ માણી હતી. આ કાર્યક્રમમાં વિજેતા બહેનોને પુરસ્કાર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌ ભોજન કરીને છુટા પડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મુસ્કાન વેલ્ફેર સોસાયટીના દરેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી.