મોરબી : મોરબીમાં આજે ફૂંકાયેલા ભારે પવનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે સામાકાંઠા વિસ્તારમાં આવેલી જૂની પોસ્ટ ઓફિસ પાસે એક વિશાળ આંબલીનું વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. રસ્તાની વચ્ચે વૃક્ષ પડવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ સમયે સ્થાનિક યુવાનો અને જાગૃત નાગરિકો વહારે આવ્યા હતા. તંત્રની રાહ જોયા વગર જ સ્થાનિકોએ એકઠા થઈ ભારે જહેમત બાદ રસ્તા પરથી વૃક્ષની ડાળીઓ હટાવી હતી અને વાહનવ્યવહાર પુનઃ કાર્યરત કરી માનવતા મહેકાવી હતી.#Morbi #MorbiUpdate #TreeFall #LocalHelp #Samakantha #SocialService #GujaratNews #LiveNews