વક્તૃત્વ સ્પર્ધામાં 90 વિદ્યાર્થીઓએ ભાગ લીધો: શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓની જિલ્લા કક્ષા માટે પસંદગી કરાઈમોરબી અપડેટ: શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા અનુસાર 'સેવા સંકલ્પ અભિયાન-2026' અને 'વિકસિત ભારત-2047' અંતર્ગત મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તથા બી.આર.સી. ભવનના સંયુક્ત ઉપક્રમે મોરબી બી.આર.સી. ભવન ખાતે તાલુકા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8, માધ્યમિક (ધોરણ 9 થી 10) અને ઉચ્ચતર માધ્યમિક (ધોરણ 11 થી 12) એમ ત્રણ અલગ-અલગ વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વક્તૃત્વ સ્પર્ધામાં કુલ 90 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ 'મારા સપનાનું ભારત 2047', 'ખેલ મહાકુંભ: રમશે ગુજરાત, જીતશે ગુજરાત', 'ડિજિટલ ઈન્ડિયા', 'મેક ઈન ઈન્ડિયા', અને 'વાયબ્રન્ટ ગુજરાત' સહિતના 15 જેટલા વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, સી.આર.સી. કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોના ચિત્રોનું એક આકર્ષક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મોરબી શહેર ભાજપ પ્રમુખ નૈમિષભાઈ પંડિત અને મહામંત્રી જીતુભાઈ વડાવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન બોડા અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશભાઈ ગાંભવાએ હાજર રહી બાળકોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સંજયભાઈ બાપોદરિયા, રાજેશ પરમાર અને કમલેશ દલસાણીયાએ નિષ્પક્ષ કામગીરી બજાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મોરબી બી.આર.સી. કો-ઓર્ડીનેટર ઉમેશભાઈ બોપલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે વાલીઓ અને શિક્ષકો સહિત 150 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના અંતે આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે દરેક વિભાગમાંથી 3-3 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી અને તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર, બુક તથા પેન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #ViksitBharat2047 #SevaSankalpAbhiyan #BRCBhavanMorbi #Education #ElocutionCompetition #DrawingCompetition