મોરબી : ફ્રેન્ડ્સ ગ્રુપ મોરબી દ્વારા આજ રોજ 29 ઓક્ટોબર ને રવિવારે ઓપન મોરબી જિલ્લા ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 36 ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સિંગલમાં વિજેતા તરીકે ચેમ્પિયન મિહિરભાઈ ગોસાઈ, 1st રનરઅપ દુષ્યંતભાઈ ગોસાઈ, 2nd રનરઅપ આશિષભાઈ બારેજીયા રહ્યા હતા. તેમજ ડબલ્સ સ્પર્ધામાં ચેમ્પિયન મિહિરભાઈ ગોસાઈ & ધર્મદીપસિંહ ઝાલા, 1st રનરઅપ પી. આર. પરમાર અને આશિષભાઈ બારેજીયા, 2nd રનરઅપ દુષ્યંતભાઈ ગોસાઈ અને શક્તિસિંહ જાડેજા રહ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવા માટે ડો. ભરતભાઈ કૈલા, ડો. દીપભાઈ ભાડજા, ચિરાગભાઈ અમીન, સાગરભાઈ ફેફર, પી.આર. પરમાર, દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સફળ આયોજન નિમેષભાઈ અંતાણી , મિહિરભાઈ ગોસાઈ, અલ્પેશભાઈ ગાંધી, પરેશભાઈ ધ્રાગધરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.