મોરબી : મોરબીના હરિપર કેરાળા ગામ પાસે હાઇવે ઉપર એક સ્વીફ્ટ કાર ડમ્પર અને કન્ટેનર વચ્ચે આવી જતા તેનો બુકડો બોલી ગયો હતો. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી - માળિયા હાઇવે ઉપર હરિપર કેરાળા ગામ પાસે સ્વીફ્ટ કાર જઈ રહી હતી. તે વેળાએ પાછળથી આવતા કન્ટેનની ઠોકર લાગતા કાર કન્ટેનર અને આગળ રહેલા ડમ્પર વચ્ચે આવીને બુકડો બોલી ગઈ હતી. આ અકસ્માત બાદ કારમાં સવાર 4 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ હાઇવે પેટ્રોલીંગ ટિમ અને પોલીસની ટીમે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.