મોરબી : મોરબીમાં ગઈકાલના ત્રણ શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આજે એક યુવકમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેનો કેસ નોંધવામાં આવ્યો છે. મોરબીમાં વજેપર વિસ્તારમાં રહેતા એક 32 વર્ષીય યુવકમાં શરદી, તાવ અને ઉધરસ જેવા કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલ તેઓને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ દર્દીના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. જે રિપોર્ટ આવતીકાલ સુધીમાં આવાની શક્યતા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/