સીરામીક વેપારીના માસુમ બાળકના શંકાસ્પદ મોતના બનાવનો ભેદ ખુલ્યો : સગી ભાણેજ કિશોરીએ સામાન્ય બાબતમાં ગુસ્સે થઈને મામાના દીકરાને ગળેટુંપો દઈને હત્યા કર્યાની ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં સીરામીક વેપારીના માસુસ પુત્રના શંકાસ્પદ મોત મામલે ફોરેન્સીક પીએમમાં હતભાગી બાળકનું ગળું દબાવીને હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે.પોલીસની તપાસમાં આ માસુમ બાળકની હત્યા તેની ફઇની દીકરીએ કરી હોવાનું ખુલ્યું છે. જેમાં આ પરિવારની કિશોર વયની સગી ભાણેજ શાક શમારતી હોય ત્યારે હતભાગી બાળક ચાકુ લઈ લેતા ફઇની દીકરીને ચાકુ લાગી ગયું હતું.આથી ગુસ્સો આવી જતા તેણીએ મામાના માસુમ દીકરાનું ગળું દાબીને હત્યા કરી નાખી હતી. પોલીસે હતભાગી બાળકના પિતાની ફરિયાદ પરથી કાયદાના સંઘર્ષમાં આવેલી બાળ કિશોરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સનસનીખેજ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ઋષભનગર પાસેના એપાર્ટમેન્ટમાં રહેતા અને સીરામીક ટાઇલ્સના વેપારી રાજેશભાઈ અમૃતલાલ ડઢાણીયાના ત્રણ વર્ષના માસુમ પુત્ર નિત્યની રવિવારની મોડી સાંજે લાશ મળી આવી હતી.હતભાગી બાળકના ગળાના ભાગે ઇજાના ચિન્હો હોવાથી બનાવ શંકાસ્પદ લાગતા પોલીસે બાળકના મૃતદેહને રાજકોટ ફોરેન્સીક પીએમ અર્થે ખસેડાયો હતો.આ બનાવની તપાસમાં સીપીઆઈ અધિકારી સોઢા, એલસીબી, એસઓજી તથા ડી.વાય.એસ.પી જોડાયા હતા.જોકે આજે ફોરેન્સીક પીએમ રિપોર્ટ આવતા તેમાં બાળકનું ગળું દબાવીને હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો હતો.આ બાળકની હત્યા તેના ફઇની તરુણ વયની દીકરીએ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. આ બનાવની તપાસ કરનાર સીપીઆઈ સોઢાએ જણાવ્યું હતું કે હતભાગી બાળકના પરિવારજનોએ પોલીસના નિવેદનમાં તેમના વ્હાલસોયા માસુમ પુત્રની તેમની સગી ભાણેજે હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.પોલીસ સમક્ષ પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેમની 14 વર્ષની સગી ભાણેજ તેમની સાથે રહીને અહીંયા ભણે છે.બનાવની સાંજે આ બાળ કિશોરી ચાકુથી શાક શમારતી હતી.તે સમયે આ હતભાગી બાળકે તેની પાસેથી બાળ સહજ ભાવે ચાકુ લઈ લેતા કિશોરીને હાથમાં ચાકુ વાગી ગયુ હતુ.આથી આ સામાન્ય વાતથી ગુસ્સે ભરાયેલી પિતરાઈ બહેને સારા નરસાનું ભાન ગુમાવીને પોતાના મામાના દીકરાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. તરુણ વયની પિતરાઈ બહેનના હાથે માસુમ બાળકની હત્યા થયાનું બહાર આવતા ભારે અરેરાટી મચી ગઇ છે.પોલીસે હતભાગી બાળકના પરિવારજનોના નિવેદનના આધારે બાળકના પિતા રાજેશભાઈ ડઢાણીયાની ફરિયાદ પરથી કાયદાના સંઘર્ષમાં આવેલી તેમની સગી ભાણેજ કિશોરી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne