મોરબી : મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામમાં પિતાએ ગુટખા ખાવાની ના પાડતા પુત્રીએ ઝેર ગટગટાવી લીધું હતું. હાલમાં દીકરીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. જીવાપર (ચકમપર) ગામમાં ભરતભાઇ રામજીભાઇ પટેલની વાડીએ રહીને ખેતીકામ કરતા લાલસિંગભાઈ રાઠવાએ તેની પંદર વર્ષની દીકરી લજજાબેનને ગુટખા ખાવાનું વ્યસન હોવાથી ગુટખા ખાવાની ના પાડી હતી. પિતાએ ગુટખા ખાવાની ના પાડતા લજજાબેનને લાગી આવ્યું હતું. જેથી, લજજાબેનએ ઝેર ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તેઓને મોરબીની શુભ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.