શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ : મોરબીના ફાયર વીભાગે ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હળવદ : હળવદ-માળીયા હાઈવે પર આવેલ એલીગન્સ ફૂડસ નામની ફેક્ટરીમાં આજે ગુરુવારે વહેલી સવારના શોટૅ સર્કિટના કારણે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ડુગળીનુ બીયાણ, ઘઉ, મગફળી વગરે એગ્રીકલ્ચર પ્રોડકટમાં આગ લાગતા આ મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનાની જાણ થતા તાત્કાલીક નગરપાલિકાના ફાયર માટે કોન્ટેક્ટ કર્યો હતો પરંતુ હળવદ નગરપાલિકામાં ફાયર ફાઈટર ન હોવાના કારણે મોરબી તથા રાજકોટ જાણ કરી હતી. તાત્કાલિક મોરબીના ફાયર ફાયટર ઘટનાસ્થળે આવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. રાજકોટનું ફાયર ફાઈટર પણ આવા નિકળી ગયુ છે. એલીન્ગસ ફુડના ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ લાગી હતી. જેમાં એગ્રી પ્રોડક્ટ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ જોતા લાગે છે કે નુકાશન મોટા પ્રમાણ થયુ છે. અંદાજીત લાખો રૂપિયાનું નુકસાન થયાનુ જણાય રહ્યું છે. આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે. સ્થાનિક પાણીના બંબાઓ દ્રારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/