મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. મોરબી : જી.સી.ઈ. આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-રાજકોટ દ્વારા આયોજિત કલા ઉત્સવમાં યોજાયેલ ચિત્રકલામાં સભારાવાડી શાળાની વિદ્યાર્થીની બીજા ક્રમાંકે આવી છે. મોરબી તાલુકા ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત B.R.C.મોરબી મુકામે કલા ઉત્સવનું આયોજન કરેલ હોય.જેમાં જી.સી.ઈ. આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-રાજકોટ દ્વારા દર વર્ષે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે .જેમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એવા હેતુસર ગાયન,વાદન,કાવ્ય લેખન અને ચિત્ર જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં સભારાવાડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની હડિયલ કોમલ મનહરભાઈ ધોરણ-૮માં અભ્યાસ કરતી ચિત્રકલામાં તાલુકામાં બીજા નંબરે આવતા સમગ્ર શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.તેવો આવી જ ઉત્તરોતર પ્રગતિ કરતાં રહે એવી શાળાનાં સૌ શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.