ધોરણ 8ની વિદ્યાર્થિની વંદના હંસરાજભાઈ પરમારે ધો.8ના 10 હજાર વિદ્યાર્થીઓમાંથી 120માંથી 109 માર્ક્સ મેળવ્યા મોરબી : જ્ઞાન સાધના પરીક્ષામાં મોરબી જિલ્લાનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. જેમાં પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિની વંદના હંસરાજભાઈ પરમારે ધો.8ના 10 હજાર વિદ્યાર્થીઓમાંથી 120 માંથી 109 માર્ક સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહત્વનું છે કે, મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થિનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર,ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જેમ કે, બાળાઓ માટે રાણી લક્ષ્મીબાઈ સ્વ-રક્ષણની તાલીમ, એડોલેશન પ્રોગ્રામ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, વોકેશનલ ટ્રેનિંગ, મેડિકલ એસેસેમેન્ટ, રંગોત્સવ, રમતોત્સવ, એક્સપોઝર વિઝીટ, ટ્વીનિંગ પ્રોગ્રામ, એક ભારત શ્રેષ્ઠ ભારત, સાયન્સ સર્કલ, મેથ સર્કલ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા કોમન એંટર્સ ટેસ્ટ, જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ પરીક્ષા,ચિત્ર પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા તેમજ NMMS નૅશનલ મિન્સ મેરેટી સ્કોલરશીપ એકઝામ વગેરે પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ હોંશભેર ભાગ લે છે, જેમાં આ વર્ષે ધોરણ 8મા લેવાતી જ્ઞાન સાધના પરીક્ષાનું ઝળહળતું પરિણામ મેળવી વિદ્યાર્થીનીઓએ શાળાને અનોખી સિદ્ધિ અપાવેલ છે. તેમજ આ શાળાની તેજસ્વી બાળા વંદના હંસરાજભાઈ પરમાર 109 માર્ક સાથે 10,000 જેટલા ધો.8 આઠના વિદ્યાર્થીઓ પૈકી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવ્યું છે. શાળાને સુંદર સિદ્ધિ અપાવવા બદલ તમામ બાળાઓ તેમજ ધોરણ 6થી 8મા ખુબજ મહેનત કરાવનાર શિક્ષકો દયાલજીભાઈ બાવરવા, જયેશભાઈ અગ્રાવત, ચાંદનીબેન સાંણજા અને અશ્વિનભાઈ ભુવા વગેરે ધો.6 થી 8ના તમામ વિષય શિક્ષકો અને વિદ્યાર્થીનીઓને ઝળળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ ધન્યવાદ પાઠવ્યા છે.