મોરબી : તાજેતરમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યાશાખાઓના પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે બી.કોમ. સેમ-૪મા મોરબીના જનતા ક્લાસીસની વિદ્યાર્થીની ચંદારાણા દ્રષ્ટી સુનિલ ભાઈએ ૭૦૦ માંથી ૬૦૭ ગુણ મેળવી સમગ્ર યુનિ.માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ ક્લાસીસ તેમજ સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમા છેલ્લા ચાર દાયકાઓથી કાર્યરત જનતા ક્લાસીસમા ધો-૧૦,૧૧,૧૨ (કોમર્સ), બી.કોમ., બી.બી.એ., એમ.કોમ. સહીતના અભ્યાક્રમોનુ બન્ને માધ્યમોમા બધા જ વિષયોનુ માર્ગદર્શન આપવામા આવે છે. પ્રતિ વર્ષ ઉચ્ચ પરિણામ આપતી આ સંસ્થાએ પ્રવર્તમાન વર્ષે પણ શૈક્ષણીક સિધ્ધી હાંસલ કરી છે. મોરબી શહેરના એવન્યુ પાર્ક, રવાપર રોડ સ્થિત જનતા ક્લાસીસના સંચાલકો શ્રી પ્રવિણ ભાઈ કક્કડ તથા નિર્મિત ભાઈ કક્કડે દ્રષ્ટીબેન ચંદારાણાએ યુનિવર્સિટીમા મેળવેલ પ્રથમ ક્રમાંક બદલ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે. ખાસ બાબત એ છે કે દ્રષ્ટીબેનના પિતા સુનિલ ભાઈ તેમજ કાકા મેહુલ ભાઈએ પણ જનતા ક્લાસીસમા જ પ્રવિણ ભાઈ કક્કડ પાસ અભ્યાસ કર્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news