મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકા કક્ષાના યુવા કલા મહાકુંભનું આયોજન પી.જી પટેલ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે.જેમાં યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં માધાપરવાડી શાળાની વિદ્યાર્થીની પ્રથમ નંબરે આવેલ હતી. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ - ગાંધીનગર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ- ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકા કક્ષાના યુવા કલા મહાકુંભ-2022નું આયોજન પી.જી પટેલ કોલેજ મોરબી ખાતે થયેલ હતું.જેમાં વકતૃત્વ સ્પર્ધામાં વિભાગ- અ માં મારો દેશ મારો ગૌરવ વિષય પર વકતૃત્વ સ્પર્ધામાં મોરબી તાલુકાની ઘણી બધી શાળાના સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. જેમાં માધાપર કન્યા શાળામાં ધોરણ - 6માં અભ્યાસ કરતી હેન્સી દિલીપભાઈ પરમારે પોતાનું વક્તવ્ય આપી અને મોરબી તાલુકા કક્ષાના યુવા કલામહાકુંભમાં વિભાગ - અ (૬ થી ૧૪ વર્ષ)માં પ્રથમ નંબર મેળવીને માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારેલ અને હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનધિત્વ કરશે.