મોરબી : જોધપર (નદી) ગામે આવેલી એમ.પી. પટેલ બી.એડ કોલેજની વિદ્યાર્થિનીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવીને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.જોધપર (નદી)ની એમ.પી. પટેલ બી.એડ કોલેજમાં વર્ષ 2022-2024ની બી.એડની તાલીમાર્થી શીરીન શેરસીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.એડ વિભાગમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ એમ.પી. પટેલ ગ્રુપ ઓફ કલેજ તથા લક્ષ્મણ વિદ્યાધામ કેમ્પસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલ, ટ્રસ્ટી રજનીશભાઈ અઘારા, કેમ્પસ ડાયરેક્ટર ડો. અશ્વિનભાઈ બરાસરા, પ્રિન્સિપાલ પ્રો. રજનીશભાઈ બરાસરા તથા ફેકલ્ટી પ્રો. નિપુલ અંદરપા, પ્રો. ડી.ડી. પટેલ, પ્રો. કંચનબેન વાધડીયા, પ્રો. હિમાબેન જોષી અને પ્રો. પ્રિન્સ દંતાલીયા દ્વારા અભિનંદન પાઠવાયા છે.