ઉજ્જૈન ખાતે યોજાયેલી 'International Conference on Mahakala' માં પ્રાચીન યંત્રોના નિર્માણ અને પ્રસ્તુતિ બદલ ગાયત્રીબા ઝાલા અને તેમની ટીમને 3 જો ક્રમ અને 15,000 રૂપિયાનો પુરસ્કાર એનાયતવાંકાનેર : ભારત સરકારના ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ડિવિઝન, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ઉજ્જૈન ખાતે તા. 3 થી 5 એપ્રિલ, 2026 દરમિયાન એસ્ટ્રોનોમિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કોમ્પિટિશન અંતર્ગત 'International Conference on Mahakala: The Master of Time' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની ધોરણ 11 ની વિદ્યાર્થિની ઝાલા ગાયત્રીબા વિરેન્દ્રસિંહે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોનસોલેશન 3 જો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગાયત્રીબા અને તેમની ટીમના સભ્યો યોગીનીબા ઝાલા અને વંશરાજસિંહ ઝાલાએ માર્ગદર્શક મહાવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં સમયમાપન સંબંધિત વૈજ્ઞાનિક અભ્યાસ અંતર્ગત વિવિધ પ્રાચીન યંત્રોનું નિર્માણ કર્યું હતું. જેમાં Equatorial Sundial, Shanku Yantra, Horizontal Sundial, Polar Sundial, ધનુર યંત્ર અને માન યંત્રનો સમાવેશ થાય છે.મહાવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ યંત્રોની વૈજ્ઞાનિક કાર્યપદ્ધતિ, સિદ્ધાંતો અને ઉપયોગિતાનું સુવ્યવસ્થિત પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તુતિમાં પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિક પરંપરા અને આધુનિક અભિગમનો અદભુત સુમેળ દર્શાવવામાં આવ્યો હતો, જેને નિષ્ણાતો દ્વારા વિશેષ પ્રશંસા પ્રાપ્ત થઇ હતી. વિદ્યાર્થીઓની સંશોધનાત્મક દૃષ્ટિ, સર્જનાત્મકતા અને વિષયની ઊંડી સમજના આધારે તેમને 3 જો ક્રમ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ સમગ્ર ટીમને 15,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ મળ્યો હતો.આ ગૌરવપૂર્ણ અવસરે શાળાના ટ્રસ્ટીઓ, પ્રધાન આચાર્ય દર્શનાબેન જાની, વિદ્યાભારતી ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ મઢવી તથા શિક્ષકગણ દ્વારા ગાયત્રીબાની સિદ્ધિને ગૌરવપૂર્ણ ગણાવી તેમને તથા મહાવીરસિંહ ઝાલાની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ અન્ય વિદ્યાર્થીઓને પણ વૈજ્ઞાનિક તથા સંશોધનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા નોંધ લીધી હતી. આ સિદ્ધિ શાળા માટે ગૌરવનો વિષય બની છે અને સમગ્ર શાળા પરિવારમાં આનંદ વ્યાપી ગયો છે. આ અવસરે શાળા પરિવાર દ્વારા માર્ગદર્શક મહાવીરસિંહ ઝાલા અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Wankaner #MorbiUpdate #Education #ScienceFair #Ujjain #MahakalaConference #ProudMoment #StudentAchievement #GujaratEducation