મોરબી : મોરબી જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં હાર્મોનિયમ વાદનમાં ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થી પ્રથમ નંબરે આવ્યો છે. રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત કલા મહાકુંભ સ્પર્ધામાં હાર્મોનિયમ વાદન વિભાગમા ગ્રીનવેલી ઇન્ટરનેશનલ શાળાનો વિદ્યાર્થીઓ દક્ષ પડસુંબિયાએ તમામ સ્પર્ધકોમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સફળતા બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ,નાકીયાભાઈ,શાળાના આચાર્ય વિનોદ ધમસાણીયા , ટ્રસ્ટીગણ તેમજ સમગ્ર સ્ટાફ ગણે પણ અભિનંદન આપ્યા હતા. નોંધનીય છે કે, દક્ષ પડસુંબીયા એ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમા જ વિજ્ઞાન વિષયના શિક્ષક લલિતભાઈ પડસુંબીયાનો પુત્ર છે.આવનારા દિવસોમાં પ્રદેશ કક્ષાના કલામહાકુંભમા હાર્મોનિયમ વાદનમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..