વાંકાનેર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત એથ્લેટિક સ્પર્ધામાં વાંકાનેરની દોશી કોલેજની વિદ્યાર્થિની મધુ ઝાપડાએ ગોળા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટમાં તારીખ 5, 6 અને 7 ડિસેમ્બરનાં રોજ એથ્લેટિક સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોળા ફેંક ઇવેન્ટમાં વાંકાનેરની દોશી કોલેજની વિદ્યાર્થિની મધુ મશરૂભાઈ ઝાપડા(લાલપર)એ સિલ્વર મેડલ મેળવી વાંકાનેર અને કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. મધુ મશરૂભાઈ ઝાપડા અને રમત ગમતના અધ્યાપક ડો. વાય.એ. ચાવડાને આ સફળતા માટે દોશી કોલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કોલેજ પરિવારે આ ઉચ્ચ સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવી છે.