વિજેતા વિદ્યાર્થી રાજયકક્ષાએ ભાગ લેશે મોરબી : બગથળા સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાનો વિદ્યાર્થી ખેલ મહાકુંભમાં દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયો હતો.હવે તે રાજયકક્ષાએ રમવા જશે. સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા બગથળામાં ધોરણ-11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગમારા ગોપાલ રાજેશભાઇ ખેલ મહાકુંભમાં U-17 કેટેગરીમાં 1500 મી.દોડમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થઈ શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું હતું. હાલ રાજયકક્ષાની સ્પર્ધા માટે આકરી મહેનત કરી રહ્યા છે.આગામી તા.22 મે ના રોજ ખેડા ખાતે સ્પર્ધામાં ભાગ લેવા જશે.તેમ શાળાના આચાર્ય કે.વી.ઠોરિયાની યાદીમાં જણાવાયું છે.