ટંકારા : ગુજરાત સરકાર દ્વારા ધોરણ 5 માં લેવાતી CET કોમન એન્ટ્રસ ટેસ્ટ 2025નું પરિણામ જાહેર થયું છે. જેમાં વાઘગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ક્રિવી દિલીપભાઈ બારૈયાએ ટંકારા તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છેનાના એવા વાઘગઢ ગામની શાળામાં ધોરણ બાલવાટીકા થી 5 ની શાળા અને ધોરણ 5 માત્ર 10 વિદ્યાર્થીમાં તાલુકામાં પ્રથમ નંબર ક્રિવીના ફાળે જાય છે. ક્રિવીના માતા શીતલબેન અને પિતા દિલીપભાઈ શિક્ષક છે. તેમજ 10 બાળકોમાંથી રાજ્યના મેરીટ લિસ્ટમાં 5 બાળકોનો સમાવેશ થયો છે. બારૈયા ક્રિવી, ચાવડા રણમલ, બારૈયા એંજલ, ભુરિયા સુકરામ, ભુરિયા રિનાએ પણ પરીક્ષામાં સફળતા મેળવી છે. ત્યારે વાઘગઢ પ્રાથમિક શાળા પરિવાર તેમજ ગ્રામજનોએ પાંચેય બાળકોને અભિનંદન પાઠવ્યા છે.