મોરબી : તારીખ 4 માર્ચના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજની વિદ્યાર્થિનીએ કાયદા શાખામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજમાં LL.Bમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દેવાંગી નરેશભાઈ વ્યાસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 42 હજાર વિદ્યાર્થીઓ અને સંલગ્ન કોલેજોમાંથી કાયદા શાખામાં એટલે કે LL.Bમાં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવ્યો છે અને સાથે જ ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. આમ દેવાંગી વ્યાસે કાયદા શાખામાં ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર, મોરબી અને બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે