મોરબી : પોપ્યુલર India's Dance Power Session 2, ટીવી શોમાં સમગ્ર ગુજરાતમાંથી નવયુગ કોલેજ મોરબીની વિદ્યાર્થિની ટોપ 10માં પસંદગી પામી છે.જાણીતા અને પોપ્યુલર ડાન્સ ટીવી શો માટે ઇન્ડિયન ડાન્સ પાવર સેશન 2 યોજાયું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટીવી શોમાં જોડાયા હતા. જેમાંથી નવયુગ BBA કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી કલ્પપિતા દિગ્વિજયભાઈ સોલંકીએ પણ ભાગ લીધો હતો. સૌ પ્રથમ અમદાવાદમાં ગુજરાત લેવલ ઓડિશનમાં પાસ થઈ તેમને ભોપાલ ટીવી શોમાં શૂટ માટે મેગા રાઉન્ડમાં પાસ થયા પછી ફાઇટ અને બેટલ રાઉન્ડમાં ફાઈનલિસ્ટ થઈ હતી. જેમાં તે ગુજરાતમાંથી માત્ર એકમાત્ર કલ્પિતા સોલંકીને પસંદ કરવામાં આવી હતી. જેનું પ્રસારણ 9xm ચેનલ પર યોજવામાં આવે છે. આવી અનેરી સિદ્ધિ બદલ તેમણે પરિવારનું તેમજ તેમના માતા પિતાનું અને કોલેજનું નામ રોશન કર્યું છે. આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી કાંજીયા તેમજ નવયુગ પરિવાર તરફથી શુભેચ્છા પાઠવાઈ છે.