મોરબી : મોરબી તાલુકાની નવા જાંબુડીયા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી કુલદિપ રાજેન્દ્રભાઈ ખરાએ ભારત સરકાર દ્વારા લેવામાં આવતી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી છે. કુલદિપ ખરાએ કોઈપણ પ્રકારના કોચિંગ વિના માત્ર સરકારી શાળામાં અભ્યાસ કરી અને સરકારી શાળાના શિક્ષકોની મહેનત વડે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી છે. આ પરીક્ષામાં પાસ થવા બદલ સમગ્ર નવા જાંબુડીયા શાળા દ્વારા કુલદિપ ખરાને અભિનંદન પાઠવાયા છે.