મોરબી : ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં મોરબીની એન.જી. મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થી આર્યન ભરતભાઈ ભંખોડિયાએ ત્રીજો નંબર મેળવીને શાળાને ગૌરવ અપાવ્યું છે. આ તકે મોરબીમાં આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આર્યન ભંખોડિયાને સન્માનિત કરવામાં આવ્યો હતો.