મોરબી : તાજેતરમાં NEET UGનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં મોરબીના વિદ્યાર્થી એ 615 માર્ક્સ મેળવી ઉત્તમ પરિણામ મેળવ્યું છે.જે બદલ પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તાજેતરમાં લેવાયેલ મેડિકલ એડમિશન માટેની રાષ્ટ્રીયકક્ષાની NEET UG 2022 માં યોગેશભાઈ ટી.ઠોરિયા તથા રૂપલબેન ઠોરિયાના પુત્ર કેયુરએ 615 માર્ક્સ તથા CBSEમાં ધોરણ -12 માં 92.6% મેળવી સમગ્ર ઠોરિયા પરિવાર, ચમનપર ગામ અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. આ સિદ્ધિ બદલ કેયુરને અદા- ભાભુ, ફઇ- ફુવા,નાનીમાં, માસા- માસી અને ભાઈ બહેનોએ અભિનંદન પાઠવેલ હતા. કેયુરે પોતાની સિદ્ધિ બદલ શાળા વિનય ઇન્ટરનેશનલના ગુરુજનોનો આભાર માન્યો હતો અને કૃતજ્ઞતા વ્યક્ત કરી ભવિષ્યમાં સારો ડોકટર બનીને સમાજની અને નબળાં વર્ગના લોકોની સેવા કરવાનું સ્વપ્ન પૂર્ણ કરશે.