મોરબી : શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ દ્વારા આયોજિત ઝોન કક્ષાના કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં મોરબીની ખારીવાડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ડાભી દર્શના કિશોરભાઈએ ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર તથા શાળા એસ.એમ. સી. દર્શના ડાભીને અભિનંદન પાઠવે છે. હવે તે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરશે.