વાંકાનેર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન 29 કોલેજની ટીમોએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વાંકાનેરની દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી વિશાલ રાજેશભાઈ છણીયારાનો ઉત્કર્ષ દેખાવ રહેતા તેમની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કબડ્ડી ટીમમાં પસંદગી થઈ છે.વિશાલ છણીયારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં પસંદ થતાં હવે તે આ સ્પર્ધામાં નેશનલ લેવલે મધ્યપ્રદેશ ઇન્દોર મુકામે ભાગ લેવા માટે જશે. વિશાલ રાજેશભાઈ છણીયારા અને રમત ગમતના અધ્યાપક ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતા માટે દોશી કોલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કોલેજ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.