માળિયા (મિયાણા) : મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના અર્જુનનગર ગામે રહેતા અને ભારત-અર્જુનનગર પ્રાથમિક શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી ધ્રાંગા ઓમ નરેશભાઈ (આહિર) એ શિક્ષણ ક્ષેત્રે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. ઓમ નરેશભાઈએ તાજેતરમાં લેવાયેલ CET (Common Entrance Test), બાલાચડી અને જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી છે. ગ્રામ્ય વિસ્તારના આ વિદ્યાર્થીએ એકસાથે આવી અઘરી પરીક્ષાઓ પાસ કરતા શાળા પરિવાર, આહિર સમાજ અને સમગ્ર અર્જુનનગર ગામમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને તેના પર અભિનંદન વર્ષા થઈ રહી છે.#Morbi #MorbiUpdate #Maliya #Education #SuccessStory #Navodaya #StudentAchievement #BrightFuture