ઘરમાં વધારાના જુના કપડાં, રમકડાં સહિતની ચીજવસ્તુઓને લાયન્સ કબલ અને લીઓ ક્લબને સોંપી દેવાની લોકોને અપીલ કરાઈ મોરબી : મોરબીમાં લાયન્સ કબલ ઓફ મોરબી નઝરબાગ અને લીઓ કલબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગરિબ ભૂલકાઓને મદદરૂપ થવા માટે લોકો સમક્ષ ટહેલ નાખવામાં આવી છે. આ સંસ્થાએ લોકોને અપીલ કરી છે કે, તમારા ઘરમાં બિન ઉપયોગી પણ સારા કપડાં, રમકડાં સહિતની ચીજવસ્તુઓને આ સંસ્થાને આપવાનો અનુરોધ કર્યો છે અને આ વસ્તુઓ સંસ્થા જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડીને તમેને ખુશી આપવાનો પ્રયાસ કરશે. લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ અને લીઓ કલબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા શહેરીજનો સમક્ષ ટહેલ નાખવામાં આવી છે કે, લોકોના ઘરમાં વધારાના કપડાં અને રમકડાં સહિતની ચીજવસ્તુઓ રહેલી હોય છે.જેમાં આઉટ ડોર, ઇન ડોર ગેઇમ, નાના બાળકોને કપડાં કે ડ્રેસ, ક્રિકેટ કે અને રમતો માટેના સાધનો તથા વિવિધ રમકડાં જે ઘરમાં બિન ઉપયોગી પડ્યા હોય તે વસ્તુઓ ગરીબ ભૂલકાઓ માટે વિશેષ ખુશીઓ આપી શકે તેમ છે. તેમજ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે દરેક ધરોમાં સફાઈ અને રંગ રોગાન થતું હોય ત્યારે આવી બિન ઉપયોગી ચીજવસ્તુઓ અન્ય જગ્યાએ કે કચરામાં ફેંકી દેવાને બદલે આ તમામ વધારાની વસ્તુઓને આ સંસ્થાને આપી દેવાની લોકોને અપીલ કરવામાં આવી છે. લોકોને પોતાના ઘરમાં રહેલી બિન ઉપયોગી ચીજવસ્તુઓ આપવા માટે લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ અને લીઓ કલબ ઓફ મોરબી નઝરબાગ, પોપ્યુલર હાઉસ, સરદાર રોડ, સુધારા શેરી ફાયર સ્ટેશનની બાજુમાં 9825291313 ઉપર સંપર્ક સાધવાની અપીલ કરી હતી અને લોકો પાસેથી બીજ ઉપયોગી વસ્તુઓ લઈને આ સંસ્થા જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડશે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274