સ્વીફ્ટ, બોલેરો, ટેન્કર, રીક્ષા અને બાઇક અકસ્માતની ઝપટે આવી ગયા : ત્રણથી ચાર લોકોને ઇજા મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં એક સ્વીફ્ટ, બોલેરો, પાણી ભેરલા ટેન્કર, રીક્ષા અને બાઇક વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો હતો અને વાહન ચાલકોને ઇજાઓ પહોંચી હતી. જાણવા મળ્યા મુજબ મોરબી નેશનલ હાઇવે ઉપર ત્રાજપર ચોકડી નજીક એક પછી એક પાંચ- પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કર ચાલક ગાડીમાં જ ફસાઈ ગયો હતો અને વાહન ચાલકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ હોસ્પિટલે પહોંચીને આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી, બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે ચાર વાહનો વચ્ચે અકસ્માત થયા બાદ કેટલા લોકોને ઇજા પહોંચી તે અંગેની ચોક્કસ વિગતો મળી નથી. પરંતુ આ બનાવ અંગે તપાસ ચાલુ છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en