ટંકારાવાસીઓ ભૂગર્ભ ગટરની દુવિધાઓ માટે સહુ પ્રથમ જવાબો માંગી રહ્યા છે : ટંકારા : ટંકારા ભૂગર્ભ ગટરના વેરા વસૂલવાના ઠરાવને લઈ શહેરમાં ભર શિયાળે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બાબતે મહિલા સરપંચની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ટંકારા ગ્રામ પંચાયતે છેલ્લા ત્રણેક વર્ષથી કાર્યરત રૂબન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત ભૂગર્ભ ગટરની સુવિધા માટે શહેરમાં મકાન ધરાવતા મિલકત માલિકો ઉપર નવા વેરા વર્ષથી રૂપિયા 200 નું ભારણ વધારી હોય જાહેર નોટીસ લગાવતા નગરજનો રીસ્તે ના બંડ પોકાર્યું છે સામે આવી વિરોધ નોંધાવી રહ્યા છે ભૂગર્ભ ગટર બાબતે નગરજનોએ ટંકારા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતને આ બાબતે કોઈ અમલવારી ન કરવા અને જ્યાં સુધી મિલકતધારકોને સાંભળીને વિશ્વાસમાં લેવસમાં ન આવે ત્યાં સુધી ભુગર્ભ હેઠળ કોઈ વેરો ના લેવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ભુગર્ભ ગટરને લઈ અનેક સવાલો ઊભા કરનાર ઉપર પણ હાલ સવાલો ઉભા થઇ રહ્યા છે. સાથે વિદ્યાર્થી એકતા સંગઠન આ સમગ્ર મામલામાં ઝંપલાવતા આગામી દિવસોમાં અનેક ખુલાસાઓ પણ સામે આવશે.