ઉમા ટાઉનશિપ રોડ ઉપરની ઘટના : એક વ્યક્તિને ઇજા, કાર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો પોલીસ ઘટના સ્થળેમોરબી : મોરબીમાં સામાકાંઠે પુરઝડપે દોડતી કારે સ્કૂટર, કેબિન અને રેકડીને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જો કે કાર ચાલક બાદમાં નાસી ગયો હોય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાંકાંઠે ઉમા ટાઉનશીપ રોડ ઉપર અત્યારે રાત્રીના સમયે પુરઝડપે આવેલી એક કારે ટાઉનશીપના ગેટ પાસે એક સ્કૂટર, એક કેબીન અને રેકડીઓને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પણ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ કાર ચાલક પણ નાસી ગયો હોવાની માહિતી મળે છે. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.