મોરબી: મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અધ્યયન મંડળ (બૌદ્ધિક વિભાગ) દ્વારા આજરોજ તારીખ 22ને ગુરુવારના રોજ રાત્રે 9-15 થી 10-15 કલાક દરમ્યાન ઓમ વીવીઆઇએમ કોલેજ, શનાળા રોડ, મોરબી ખાતે બેઠક યોજાશે. આ બેઠકમાં સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતિ સમાજનું યોગદાન વિષય પર નેહાબેન હરિભાઈ ચાવડા વક્તવ્ય આપશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અધ્યયન મંડળ (બૌદ્ધિક વિભાગ) દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજજીવનને સ્પર્શતા વિવિધ વિષયોના બહુઆયામી અભ્યાસ માટે અધ્યયનશીલ લોકોને એકત્રિત કરી જે તે વિષયોના અધ્યયન, અનુસંધાન તથા સાહિત્ય નિર્માણ માટે અધ્યયન મંડળના નામથી પ્રયત્ન ચાલી રહ્યો છે. અધ્યયન મંડળની બેઠક આજરોજ યોજાનાર હોય આ બેઠકમાં હાજરી આપવા સૌ કોઈને અધ્યેતા તરીકે હાજરી આપવા જિલ્લા કાર્યવાહક મહેશ બોપલિયાએ જણાવાયુ છે.