વાંકાનેર : આજ તા. 31-7-2025ના રોજ પ્રા.આ.કે દલડી હેઠળના પલાસડી ગામે મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ આવે તે હેતુથી વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પી. એચ. સી. વિસ્તારમાં જોવા મળતા ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ મેલેરીયા રોગ વિશે સ્પીચ આપી હતી. આ સ્પર્ધામાં ધરજીયા રવિ બીજલભાઇએ પ્રથમ ક્રમાંક, પારજીયા દિશા ભીખાભાઇએ દ્વિતીય ક્રમાંક તેમજ વાઘેલા તન્વી રાજેશભાઇએ તૃતિય ક્રમાંક મેળવ્યો હતો. પ્રથમ ક્રમાંકને ફોલ્ડર ફાઇલ અને રાઇટીંગ પેડ, દ્વિતિય ક્રમાંકને પાણીની બોટલ અને રાઇટીંગ પેડ તૃતિય ક્રમાંકને રાઇટીંગ પેડ તેમજ ભાગ લેનાર તામમને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.આ તબક્કે પ્રા. આ. કે. - દલડીના મેલ હેલ્થ સુપરવાઇઝર કાળુભાઇ આંતરેશા દ્વારા મચ્છરજન્ય રોગો,પાણીજન્ય રોગો, પર્સનલ હાઇજીન, સમતોલ આહાર, ક્લાઇમેટ ચેન્જ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામા આવી હતી. MPHW ભાઇઓ દિનેશભાઇ ધોરીયા, સંજયભાઇ ડેંગળા અને પ્રતિપાલસિહ પરમાર દ્વારા ગપ્પી ફિશ અને પોરા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો બીપીનભાઇ ચોપડા અને અયનુલભાઇ ખોરજીયા દ્વારા આ કાર્યક્રમમાં ખુબ સારો સહકાર આપવામાં આવ્યો હતો.