મોરબી : મોરબીમાં પરશુરામ ધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે બ્રહ્નસમાજ માટે 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મનો વિશેષ શો યોજાયો હતો. આજ રોજ પરશુરામ ધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે 1990માં કાશ્મીરમાં પંડિતો ઉપર થયેલા અત્યાચારની વસ્તવિકતા દર્શાવતી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' મોરબીના ભુદેવોને બતાવવામાં આવી હતી. આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, SBVPના મિલેશભાઈ જોશી, નિરવભાઈ ભટ્ટ, રવીન્દ્રભાઈ ત્રિવેદી અને જયદીપભાઈ ઠાકર દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે 200થી વધુ બ્રહ્મબંધુ તથા ભાગીનીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.